FCI Recruitment Fabruary 2025: How to Apply Online Salary Education Qualification
FCI Recruitment Fabruary 2025 Apply online for 33,000 vacancies
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI)એ 2025 માટે મોટી સંખ્યામાં ભરતીની જાહેરાત કરી છે આ ભરતી અંતર્ગત કુલ ૩૩ હજાર ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. તો જે પણ ઉમેદવારો સરકારી નોકરી ની શોધમાં છે તેવા ઉમેદવારો માટે આ એક ખૂબ જ સારી તક છે.
FCI એ સરકારી સંસ્થા છે જે દેશભરમાં ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટેનું કામ કરે છે. FCI દ્વારા વિવિધ પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં મેનેજર જુનિયર એન્જિનિયર સ્ટેનોગ્રાફર અને આસિસ્ટન્ટનો સમાવેશ થાય છે. FCI દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં અલગ અલગ પદ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે જેના આધારે ઉમેદવારો અરજી કરી શકે છે.
તો મિત્રો આજના આ લેખમાં તમને આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જણાવવામાં આવશે જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, છેલ્લી તારીખ, કેવી રીતે અરજી કરવી તમામ માહિતી અહીં તમને આપવામાં આવશે.
Food Corporation of India job vanacies 2025 notification
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે FCI દ્વારા વિવિધ પદો માટે ભરતી બહાર પાડવા માટેની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો FCI ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈને નોટિફિકેશન ડાઉનલોડ કરીને તપાસી શકે છે. FCI દ્વારા જાહેર કરવામાં આવેલા આ નોટિફિકેશનમાં ભરતીની તમામ માહિતી આપવામાં આવેલી છે જેમ કે કેટલી જગ્યા ઉપર ભરતી છે, કઈ કઈ જગ્યા ઉપર છે, શું શૈક્ષણિક લાયકાત છે, કેટલો પગાર ધોરણ છે તમામ માહિતી એ નોટિફિકેશનમાં આપવામાં આવેલી છે.
Post Name
FCI એ વિવિધ વિભાગોમાં ભરતી બહાર પડી છે જેમાં નીચે આપેલા પદોનો સમાવેશ થાય છે.
- મેનેજર (Manager)
- સહાયક (Assistant)
- ટાઇપીસ્ટ (Typist)
- સ્ટેનોગ્રાફર (Stenographer)
- વોચમેન (Watchmen)
- ટેકનિકલ વિભાગ (Technical)
- એકાઉન્ટ વિભાગ (Accounts)
- મુવમેન્ટ અને ડિપો વિભાગ (Movement and Depot)
- જનરલ કેટેગરીના પદો
FCI recruitment 2025 eligibility criteria and age limit
FCI દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતી માટે ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધારેમાં વધારે ઉંમર 45 વર્ષ હોવી જોઈએ. 18 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે નહીં અને ૪૫ વર્ષ કરતાં વધારે ઉંમરના ઉમેદવારો પણ આ ભરતી માટે અરજી કરી શકશે નહીં.
OBC, SC, ST અને મહિલા ઉમેદવારો માટે સરકારના નિયમો મુજબ ઉંમરમાં છુટછાટ આપવામાં આવેલી છે.
How to apply for FCI recruitment 2025 step by step guide
જે પણ ઉમેદવારો એફસીઆઇ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માંગે છે તો તેમણે નીચે મુજબના કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
- પોતાના મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં એફસીઆઇ ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જાઓ.
- એફસીઆઇ ઉપર રજીસ્ટ્રેશન કરો. જો પહેલેથી રજિસ્ટ્રેશન કરેલું હોય તો લોગીન કરો.
- પોતાની યોગ્ય માહિતી ભરી અરજી ફોર્મ ભરો.
- અરજી ફોર્મ ભર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફી ભરો.
- ફોર્મની પીડીએફ ડાઉનલોડ કરી લો જે તમને ભવિષ્યમાં ઉપયોગમાં આવી શકે છે.
ફી ભરવા માટે ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો જેમ કે Google pay, Phone pay, Paytm વગેરે જેવા એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો અને ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ થી પણ ઓનલાઇન ફી કરી શકો છો.
Latest FCI vacancy 2025 for 8th pass, 10th pass, 12th pass or Graduate candidates
એફસીઆઇ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં અલગ અલગ પદ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે જે તમે નીચે મુજબના કોષ્ટક દ્વારા સરળતાથી સમજી શકશો.
પોસ્ટનું નામ | શૈક્ષણિક લાયકાત |
---|---|
વૉચમન | 8 પાસ |
ટાઈપિસ્ટ | 12 પાસ |
સ્ટેનોગ્રાફર | 12 પાસ |
આસિસ્ટન્ટ | ગ્રેજ્યુઍટ |
મેનેજર | ગ્રેજ્યુઍટ |
FCI recruitment 2025 selection process
એફસીઆઇ ભરતી માટેની પસંદગી પ્રક્રિયા ટોટલ ચાર વિભાગોમાં હશે જે નીચે પ્રમાણે છે.
1. લેખિત પરીક્ષા
- Preliminary Exam - MCQ આધારિત પરીક્ષા
- Main Exam - પદ આધારિત પરીક્ષા
2. ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- લેખિત પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ત્યાર પછી તેમના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવામાં આવશે.
3. ફિઝિકલ ટેસ્ટ
- એફસીઆઇ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં બધા પદો માટે ફિઝિકલ ટેસ્ટ જરૂરી નથી પરંતુ અમુક પદ માટે ફિઝિકલ ટેસ્ટ જરૂરી રહેશે.
4. મેડિકલ ચેકઅપ
- ઉપરના ત્રણે તબક્કામાં પસંદ પામેલા ઉમેદવારોને છેલ્લે મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને આ ચારેય તબક્કામાં પાસ થયેલા ઉમેદવારોને જ મેરિટના આધારે પસંદ કરવામાં આવશે.
FCI Recruitment Salary Details
પોસ્ટનું નામ | પગાર |
---|---|
Manager | ₹50,000 - ₹1,80,000 |
Junior Engineer | ₹34,000 - ₹1,10,000 |
Stenographer | ₹30,000 - ₹82,000 |
Assistant Grade III | ₹28,000 - ₹79,200 |
Watchman | ₹23,000 - ₹69,000 |
FCI recruitment 2025 important dates and last date to Apply
FCI ભરતી માટેની અરજી પ્રક્રિયા ફેબ્રુઆરી 2025 માં શરૂ થનાર છે પરંતુ તેને અંતિમ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
FCI Recruitment 2025 Exam Syllabus
એફસીઆઇ ભરતીની પરીક્ષાનો સિલેબસ નીચે મુજબ છે.
- સામાન્ય જ્ઞાન
- ગણિત
- રીઝનીંગ
- હિન્દી/અંગ્રેજી
- કરંટ અફેર્સ
વિષય | પ્રશ્નો | માર્કસ | સમય |
---|---|---|---|
English | 25 | 25 | 15 Minutes |
Reasoning | 25 | 25 | 15 Minutes |
Numeric Aptitude | 25 | 25 | 15 Minutes |
GK & Current Affairs | 25 | 25 | 15 Minutes |
Total | 100 | 100 | 60 Minute |
Best books and study material for FCI exam preparation 2025
જે પણ ઉમેદવારોએ એફસીઆઈ ભરતી માટે અરજી કરવાની હોય અને આ પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોય તો નીચે જણાવેલા કેટલાક પુસ્તકો તમને તૈયારી કરવામાં મદદરૂપ થઈ શકે છે.
1. સામાન્ય ઇંગ્લિશ
- Objective general English - S.P. Bakshi (Arihant publications)
- High school English grammar and composition - (Wren and Martin)
- Word Power Made Easy - Norman Lewis
- English for competitive exams - Neetu Singh (KD Publications)
2. ગણિત
- Quantitative Aptitude for Competitive Examinations - R.S. Aggarwal
- Fast track object Arithmetic - Rajesh Verma (Arihant publications)
- Magical book on Quicker Maths - M. Tyra
3. રીઝનિંગ
- Modern approach to verbal and nonverbal reasoning - R.S. Aggarwal
- Analytical reasoning - MK Pandey
- Logical reasoning - K. Kundan
4. જનરલ અવેરનેસ
- Lucent's General Knowledge - Lucent Publications
- Manorama Yearbook 2025 - Malayalam Manorama
- Pratiyogita Darpan
5. FCI માટે સ્પેશિયલ પુસ્તકો
- FCI Assistant grade 3 requirement exam guide - Arihant Publications
- FCI exam guide - RPH Editorial Board
- Food Corporation of India (FCI) Manager exam guide - R Gupta
6. મૌખિક પરીક્ષા માટે ઉપયોગી પુસ્તકો
- Descriptive general English - SP Bakshi and Richa Sharma
- The art of interview - BS Sijwalii
7. Mock Test & Practice Papers
- FCI practice sets and previous year papers - Kiran Prakashan
- Arihant 20 practice sets for FCI exam
આ ભરતીની તમામ માહિતી તમે નીચે આપેલા કોષ્ટક દ્વારા સરળતાથી સમજી શકશો.
સંસ્થાનું નામ | FCI |
સત્તાવાર વેબસાઇટ | www.fci.gov.in |
ઓફિશિયલ નોટિફિકેશન | recruitmentfci.in |
કુલ જગ્યાઓ | 33,000 + |
અરજી પ્રકાર | Online |
ઉમર મર્યાદા | 18 to 45 |
અરજી શરૂ થવાની તારીખ | to be notify |
અરજી કરવાની છેલ્લી તારીખ | to be notify |
અરજી ફી | ₹800 |
લોકેશન | India |
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો