Union Bank LBO Recruitment 2024

Union Bank LBO Recruitment 2024: Salary, Fee, Qualification

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં જ 1500 જેટલી સ્થાનિય બેંક અધિકારીના પદ માટે ભરતી કરવાની જાહેરાત કરી છે. જે પણ લોકો બેન્કિંગમાં નોકરી કરવા માંગે છે અને છેલ્લા ઘણા સમયથી બેંકમાં કોઈ પોસ્ટ માટે નોકરીની તૈયારી કરતા હોય તો એવા લોકો માટે આ એક સોનેરો અવસર છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને ભરતી પ્રક્રિયા વિશે મહત્વની જાણકારી આપીશું જેમાં ઓનલાઇન અરજી પ્રક્રિયા, યોગ્યતા, શૈક્ષણિક લાયકાત, વગેરે વિશે ચર્ચા કરીશું.

What is Union Bank?

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ભારતની ટોપની સાર્વજનિક ક્ષેત્રની બેન્કોમાંની એક છે. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ની સ્થાપના ઈ.સ. 1919 માં થઈ હતી. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાનું મુખ્યમથક મુંબઈમાં છે. આ બેંકે ભારતમાં પોતાની ઘણી બધી શાખાઓ સ્થાપી છે અને વિવિધ સેવાઓ પણ પ્રદાન કરે છે.

Job Details

  • સંસ્થાનું નામ - યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા 
  • પોસ્ટનું નામ - લોકલ બેંક ઓફિસર 
  • જગ્યાઓ - 1500 
  • જોબ લોકેશન - ભારત 
  • અરજી કરવાની છેલ્લી તારીખ - 13/11/2024 
  • પગાર ધોરણ - ₹23,700 થી ₹46,800 
  • અરજી પ્રકાર - ઓનલાઇન
  • શૈક્ષણીક લાયકાત - કોઈપણ ડિગ્રીમાં સ્નાતક

Union Bank of India: Vacancies Details (State Wise)

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીનું અલગ અલગ રાજ્ય માટે અલગ અલગ પદનું વિતરણ કરવામાં આવ્યું છે.
  • આંધ્ર પ્રદેશ 200 જગ્યાઓ 
  • અસમ 50 જગ્યાઓ 
  • ગુજરાત 200 જગ્યાઓ 
  • કર્ણાટક 300 જગ્યાઓ 
  • તમિલનાડુ 200 જગ્યાઓ 
  • તેલંગાણા 200 જગ્યાઓ 
  • પશ્ચિમ બંગાળ 100 જગ્યાઓ
  • કેરળ 100 જગ્યાઓ 
  • મહારાષ્ટ્ર 50 જગ્યાઓ 
  • ઓડીસા 100 જગ્યાઓ
ઉપર જણાવેલ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પદ ઉપર પ્રતિ બહાર પાડવામાં આવેલી છે. 

Education Qualification 

ઉમેદવારો પાસે કોઈપણ સરકાર માન્ય વિશ્વવિદ્યાલય અથવા સંસ્થા માંથી કોઈપણ વિષયમાં સ્નાતક ની ડીગ્રી હોવી જોઈએ. ઉમેદવાર પાસે સરકાર માન્ય માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ હોવું જોઈએ જેનાથી પ્રમાણિત થઈ શકે કે ઉમેદવાર સ્નાતક છે. ઓનલાઇન અરજી કરતા સમયે ઉમેદવારે પોતાનું ડીગ્રી સર્ટીફીકેટ અરજી માટે અપલોડ કરવાનું રહેશે. 

Age Limit 

  • ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ 
  • વધારેમાં વધારે ઉંમર ૩૦ વર્ષ 

Online Fee

General, EWS અને OBC કેટેગરીના ઉમેદવારો માટે ₹850 રૂપિયા ફી છે જ્યારે SC,ST અને PWD કેટેગરીના ઉમેદવારો માટે ₹175 રૂપિયા ફી છે. ઉમેદવારોને ઓનલાઇન ફી ભરવાની રહેશે. 

Selection Prosses

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા લેવાનાર ભરતી ની પસંદગી પ્રક્રિયા કુલ પાંચ વિભાગમાં થશે જે નીચે મુજબ છે. 
  • લેખિત પરીક્ષા - ઉમેદવારોને સૌપ્રથમ લેખિત પરીક્ષામાં પાસ થવાનું રહેશે 
  • ગ્રુપ ચર્ચા અને ઇન્ટરવ્યુ - જે પણ ઉમેદવાર લેખિત પરીક્ષામાં પાસ થશે એવા ઉમેદવારોને ગ્રુપ ડિસ્કશન અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે 
  • સ્થાનિય ભાષાની પરીક્ષા - ઉમેદવારોને સ્થાનિય ભાષાની પરીક્ષા પણ પાસ કરવાની રહેશે 
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન - જે પણ ઉમેદવારો ઉપરના ત્રણેય વિભાગમાં પાસ થશે એવા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફાઈ થશે 
  • મેડિકલ પરીક્ષા - ઉપર મુજબના ચારે વિભાગમાં પાસ થઈ ગયેલા ઉમેદવારોને છેલ્લે મેડિકલ પરીક્ષા પાસ કરવી પડશે
ઉપર જણાવેલા પાંચેય વિભાગોની સંક્ષિપ્તમાં ચર્ચા કરીએ.

લેખિત પરીક્ષા 

લેખિત પરીક્ષા ઉમેદવારો ની સામાન્ય જાણકારી, ગણિત ક્ષમતા અને ભાષા કૌશલ્યની પરીક્ષા લેવા માટે હોય છે. આ પરીક્ષા ઉમેદવારોને લેખિતમાં આપવાની હોય છે. ઉમેદવારોને OMR પદ્ધતિ દ્વારા આ પરીક્ષા આપવાની હોય છે જેમાં એક પ્રશ્ન હોય છે અને નીચે તેના ચાર ઓપ્શન આપેલા હોય છે જેમાં યોગ્ય જવાબ ઉપર ઉમેદવારને પેનથી વર્તુળ ઘુટવાનું હોય છે. 

ગ્રુપ ચર્ચા અને ઇન્ટરવ્યુ

જે પણ ઉમેદવારો લેખિત પરીક્ષામાં પાસ થાય છે એવા ઉમેદવારને ત્યાર પછી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. અહીંયા ઉમેદવારોને પોતાની વિચાર ક્ષમતા, ટીમ વર્ક અને સમસ્યાનું સમાધાન કેવી રીતે કરાય એના કૌશલ્યનું મુલ્યાંકન કરવામાં આવે છે.

સ્થાનિય ભાષા પરીક્ષા 

ઉમેદવારોને સ્થાનિય ભાષાની જાણકારી હોવી આવશ્યક છે કેમકે બેંકમાં ગ્રાહકો સાથે સંવાદ કરવા માટે આ ખુબ જ જરૂરી છે. ઘણા બધા ઉમેદવારો બીજા રાજ્યના હોય છે અને બીજા રાજ્યમાં નોકરી માટે અરજી કરતા હોય છે તો એવા કિસ્સાઓમાં ઘણા બધા ઉમેદવારોને સ્થાનીય ભાષાની જાણકારી હોતી નથી એટલા માટે સ્થાનિય ભાષાની પરીક્ષા લેવી આવશ્યક છે જેનાથી બેંકમાં આવતા ગ્રાહકો સાથે યોગ્ય સંવાદ કરી શકાય અને ગ્રાહકોના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. 

ડોક્યુમેન્ટ વેરીફીકેશન 

જે પણ ઉમેદવારો ઉપરના ત્રણે વિભાગમાં પાસ થઈ જાય છે તેવા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે અને તેમના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવામાં આવે છે. જો ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં કોઈ ઉમેદવારોના ડોક્યુમેન્ટ મેચ ના થાય તો ઉમેદવાર ની અરજી રદ પણ થઈ શકે છે.

મેડિકલ પરીક્ષા 

ઉપરના ચારેય વિભાગમાં પાસ થઈ ગયેલા ઉમેદવારોને ત્યાર પછી મેડિકલ પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. અહીં ઉમેદવાર શારીરિક અને માનસિક રીતે સક્ષમ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે અને જો ઉમેદવાર બધી જ રીતે એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત હોય તો જ નોકરી માટે તેમને યોગ્ય ગણવામાં આવે છે.

Document

અરજી કરતા સમયે નીચે આપેલા દસ્તાવેજો ઉમેદવારે સાથે રાખવાના રહેશે. 
  • આધારકાર્ડ 
  • ૧૦માં/૧૨માં ની માર્કશીટ 
  • ગ્રેજ્યુએશનની માર્કશીટ 
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો 
  • મોબાઈલ નંબર 
  • ઇ-મેલ આઇડી 

How to Apply?

અરજી કરવા માટે ઉમેદવારોએ નીચે આપેલા સ્ટેપ ફોલો કરવા પડશે. 
  • સત્તાવાર વેબસાઈટ ઉપર જાઓ - સૌથી પહેલા યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ની સત્તાવાર વેબસાઈટ ઉપર જાઓ 
  • સુચનાઓ વાંચો - અરજી કરતા પહેલા ભરતીની સુચનાઓ ધ્યાનથી વાંચો તેમની શરતો સમજો ત્યાર પછી જ અરજી કરો 
  • ઓનલાઇન ફોર્મ ભરો - સુચનાઓ વાંચ્યા બાદ ઓનલાઇન એપ્લાય ઉપર ક્લિક કરી બધી જ જરૂરી જાણકારી ભરો 
  • દસ્તાવેજ ઉમેરો - અરજીની તમામ માહિતી ભર્યા બાદ પોતાના દસ્તાવેજ અપલોડ કરો 
  • ફી ભરો - દસ્તાવેજ અપલોડ થઈ ગયા બાદ અરજી થી ઓનલાઇન ભરો 
  • સબમિટ કરો - બધી માહિતી યોગ્ય રીતે ભરી અને ચકાસ્યા બાદ ફાઈનલ સબમીટ ઉપર ક્લિક કરો
  • પ્રિન્ટ આઉટ - ફાઇનલ કર્યા પછી પોતાના ફોર્મની પ્રિન્ટ કઢાવી લો

Preparation for Exam 

જે પણ ઉમેદવારો આ ભરતીની તૈયારી કરી રહ્યા હોય તો એવા ઉમેદવારોને નીચે જણાવેલી કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 
  • સિલેબસ - ઉમેદવારોએ ભરતી માટેનો યોગ્ય સિલેબસ સમજવો અને તેની અનુસાર પરીક્ષાની તૈયારી કરવી 
  • મોક ટેસ્ટ - ભરતીના સિલેબસ ને આધારિત મોક ટેસ્ટ આપો જેનાથી તમારી ઝડપ અને સટીકતામાં વધારો થાય 
  • સમાચાર અને કરંટ અફેર - બેન્કિંગ પરીક્ષા માટે કરંટ અફેર ખૂબ જ મહત્વનું હોય છે. ઉમેદવારોએ વિશેષ કરંટ અફેર પર ધ્યાન આપવું રોજેરોજ સમાચાર વાંચવા અને મહત્વપૂર્ણ ઘટનાઓ પર ધ્યાન રાખવું 
  • ગ્રુપ ચર્ચા - ગ્રુપ ચર્ચાઓ થતી હોય એમાં ભાગ લો જેમકે ટેલિગ્રામમાં ભરતીને લઈને ગ્રુપ હોય છે whatsapp માં ગ્રુપ હોય છે તો આવા સોશિયલ મીડિયામાં ભરતી ને લગતા ગ્રુપ સાથે જોડાવ અને તેમાં ચર્ચા કરો જેનાથી તમારા જ્ઞાનમાં વધારો થશે 

Important dates

  • ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ : ૨૪/૧૦/૨૦૨૪
  • અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૩/૧૧/૨૦૨૪
જે પણ ઉમેદવારો બેન્કિંગ ક્ષેત્રમાં નોકરી કરવા માંગે છે અને છેલ્લા ઘણા સમયથી તૈયારી કરી રહ્યા છે તેવા ઉમેદવારો માટે આ એક સોનેરો અવસર છે. જે પણ ઉમેદવારો ઉપર જણાવેલી માહિતી પ્રમાણે યોગ્ય છે તો તેમણે જલ્દીથી આ નોકરી માટે અરજી કરી લેવી જોઈએ. 

અન્ય ભરતી સંબધિત વધુ જાણકારી અને અપડેટ્સ માટે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ ચેક કરતા રહો. 

આવીને આવી વધુ ભરતી ની માહિતી અને ભરતીની અપડેટ મેળવવા માટે આ વેબસાઈટ જોતા રહો અહીં તમને ભરતી, ગુજરાત સરકારની યોજનાઓ, અને અન્ય પણ ઘણી બધી અપડેટ્સ મળતી રહેશે તો અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહો જેનાથી તમને સૌથી પહેલા ભરતીની જાણકારી મળી રહે.



ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

How to apply for Meesho job vacancies online: Step-by-step guide to Meeshi job application process

GBRC requirement 2024: Eligibility, Salary, Fee, How to Apply

Income Tax Department Recruitment 2025: Apply Now