Industrial Development Bank of India (IDBI) Recruitment 2024
IDBI દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. Executive પદ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. 7 નવેમ્બર થી 16 નવેમ્બર 2024 સુધી ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે. ભરતી માટે ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરેની માહિતી નીચે આપવામાં આવેલી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ IDBI બેન્કમાં Executive પદ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
આ પરીક્ષાનું સિલેબસ અને પરીક્ષા પેટર્ન Pdf ફોર્મેટ માં ઉપલબ્ધ છે જે ઉમેદવારો Official Website ઉપર જઈને ડાઉનલોડ કરી શકે છે. આ ભરતીની પરીક્ષા મુખ્યત્વે લેખિત સ્વરૂપે લેવામાં આવશે જેમાં ઉમેદવારોને લેખિતમાં પરીક્ષા આપવાની રહેશે. જે પણ ઉમેદવારો આ ભરતીમાં રસ ધરવતા હોય તેમને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા આ ભરતી ની માહિતી ધ્યાનપૂર્વક વાંચી લો.
ભરતી સંબંધિત નિયમિત અપડેટ મેળવવા અમારી વેબસાઈટ www.gujaratiupdate.xyz ની વિઝીટ લેતા રહો જેથી કરીને તમે કોઈપણ જરૂરી નોકરી સંબંધિત માહિતી ચૂકી ના શકો.
Industrial Development Bank of India (IDBI) ભરતી 2024
- સંસ્થાનું નામ - ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (IDBI)
- પદ - Executive Sels અને Operations
- ટોટલ જગ્યાઓ - ૧૦૦૦ થી વધારે
- અરજી કરવાની પ્રક્રિયા - ઓનલાઇન
- અરજી કરવાની છેલ્લી તારીખ - 16/11/2024
- ઓફિસિયલ વેબસાઈટ - www.idbibank.in
Industrial Development Bank of India દ્વારા 2024 માટે Executive Sels અને Operations પદ ઉપર 1000 થી પણ વધારે ખાલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવેલી છે. આ પદ માટે ઉમેદવારોને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે આ પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16 નવેમ્બર 2024 છે. જે પણ ઉમેદવારો જરૂરી લાયકાત અને માપદંડ પ્રમાણે યોગ્ય હોય તેમને તાત્કાલિક ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈને ફોર્મ ભરી દેવાનું છે.
Education Qualification
IDBI બેન્ક ની 2024 ની એક્ઝિક્યુટિવ સેલ્સ અને ઓપરેશન ભરતી માટે શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ શાખામાં ગ્રેજ્યુએટ ની ડિગ્રી હોવી જરૂરી છે. આ લાયકાત પુર્ણ કરનાર ઉમેદવારો આ પદ માટે અરજી કરવા પાત્ર છે. ગ્રેજ્યુએટ ઉમેદવારોને IDBI બેંકમાં કારકિર્દી બનાવવાની ઉત્તમ તક છે. આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને બેંકના વિવિધ સેલ્સ અને ઓપરેશન વિભાગમાં પ્રેક્ટીકલ અનુભવ મેળવવાનો મોકો મળશે.
Age Limit
IDBI બેંકની 2024 ની એક્ઝિક્યુટિવ સેલ્સ અને ઓપરેશન પદ માટેની ભરતી માટે કેટલીક ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ પદ માટે ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 25 વર્ષ હોવી જોઈએ જેની ગણતરી નોટિફિકેશનમાં આપેલા કટ ઓફ તારીખ મુજબ કરવામાં આવશે. સરકારી નિયમો અનુસાર અનામત શ્રેણીના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં છૂટા મળી શકે છે. એસસી એસટી અને મહિલા ઉમેદવારોને ઉંમર મર્યાદામાં કેટલીક છુટછાટ મળવા પાત્ર છે.
Application Fee
- જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને આ ભરતી માટે 1050 રૂપિયા ફી ભરવી આવશ્યક છે
- SC/ST/PwBD કેટેગરીના ઉમેદવારોને માત્ર 250 રૂપિયા ફી ભરવાની રહેશે.
IDBI બેંકની ભરતી માટેની ફી અલગ અલગ કેટેગરીના ઉમેદવારો માટે અલગ અલગ છે જેમ કે જનરલ કેટેગરીમાં આવતા ઉમેદવારોને 1050 રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પીડબ્લ્યુબીડી કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે માત્ર 250 રૂપિયા ફી ભરવાની રહેશે ફી. ભરવાની પદ્ધતિ ઓનલાઇન રહેશે જેમાં તમે Online Application જેવા કે google pay, Phonepay, paytm વગેરે જેવા એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ ઓનલાઇન ફી ભરી શકો છો અથવા તો ડેબિટ કાર્ડ અને નેટબેન્કિંગ દ્વારા પણ ઓનલાઇન ફી ભરી શકો છો.
Selection Prosses
આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયા કુલ ચાર તબક્કાઓમાં થશે.
- ઓનલાઇન પરીક્ષા
- ડોક્યુમેન્ટ વેરીફીકેશન
- ઇન્ટરવ્યુ
- મેડિકલ ટેસ્ટ
ઉમેદવારે સૌ પ્રથમ ઓનલાઇન પરીક્ષા આપવાની રહેશે જેમાં ઉમેદવારને સામાન્ય જ્ઞાન, ગણિત, કરંટ અફેર, વ્યાકરણ વગેરે સંબંધિત પ્રશ્નો આવશે જેના ઉમેદવારે યોગ્ય જવાબ આપવાના રહેશે.
ઓનલાઇન પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે ઉમેદવારોને બોલાવવામાં આવશે. ઉમેદવારે અરજી કરતાં સમયે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે એ જ ડોક્યુમેન્ટ લઈને ઉમેદવારે આવવાનું રહેશે ત્યારબાદ ડોક્યુમેન્ટ ચકાસણી સમયે જો કોઈ ડોક્યુમેન્ટ મેચ થશે નહીં તો ઉમેદવારની અરજી રદ થયેલી ગણાશે.
ડોક્યુમેન્ટ વેરીફીકેશન પછી ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે જ્યાં તેમની રૂબરૂ વ્યવસાય, કુશળતા, કોમ્યુનિકેશન સ્કીલ અને ભરતી માટેની યોગ્યતા તપાસવામાં આવશે.
ઉપરના ત્રણે તબક્કામાં પાસ થઈ ગયેલા ઉમેદવારને છેલ્લે મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે જેમાં ઉમેદવાર શારીરિક અને માનસિક રીતે એકદમ તંદુરસ્ત છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે અને ઉમેદવાર શારીરિક અને માનસિક બંને રીતે તંદુરસ્ત હોય તો આ ભરતી માટે તેને યોગ્ય ગણવામાં આવશે.
How to Apply Online
ઉમેદવાર નીચે આપેલા કેટલાક સ્ટેપ્સ ફોલો કરીને ઓનલાઈન અરજી કરી શકે છે:
- IDBI ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જાઓ અને અરજીની જાહેરાત વાંચો
- નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરો અને ઓનલાઇન એપ્લાય કરો
- જો તમે "New User" હોવ તો "New Registration" પર ક્લિક કરો અને પહેલેથી રજીસ્ટર થયેલા હોય તો "Login" ઉપર ક્લિક કરો
- જરૂરી માહિતી ભરી એપ્લિકેશન પુર્ણ કરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો જેવા કે ડિગ્રી સર્ટિફિકેટ ઉંમરના પુરાવો વગેરે
- પાસપોર્ટ સાઈઝ નો ફોટો અને સહી અપલોડ કરો
- ભરેલી માહિતી યોગ્ય રીતે તપાસી લ્યો અને ત્યાર પછી ફાઈનલ સબમીટ ઉપર ક્લિક કરો
- ફાઇનલ સબમીટ આપ્યા બાદ ઓનલાઇન ફી ભરો(જરૂરી હોય તો)
- એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ લઈ લો
Important Links
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો